માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા તારીખ ૧૯/૦૨/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર શાશકપક્ષ નેતા શ્રીવિનુભાઈ ધવા, વોર્ડ નંબર ૧૮ ના કોર્પોરેટર શ્રી સંજયસિંહ રાણા, આરોગ્ય સચિવ શ્રીમહેશભાઈ સોલંકી, MMBVS ગુજરાત રાજ્ય કોર કમિટી માંથી રાજ્ય મંત્રી શ્રી ઉમેશભાઈ જોશી, રાજ્ય પ્રવકતા શ્રીદીપકભાઈ પરમાર , સંગઠન મંત્રી શ્રીજેકીનભાઈ ક્રિશ્ચયન , રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી પંકજભાઈ વેકરીયા , મહિલા પ્રમુખ માલતી બેન ચાવડા , જિલ્લા મંત્રી શ્રી ચંદુભાઈ સતાસિયા, દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી, અને આ કાર્યક્રમ માં જસદણ તાલુકા પ્રમુખ શ્રી મેહુલભાઈ સંઘવી તેમની ટીમ સહિત તથા સાપર વેરાવળ તાલુકા ના મહિલા પ્રમુખ મનિષાબેન સચાણીયા તેમની મહિલા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ માં મહિલા અને બાળ વિકાસ તથા સરકારી યોજના ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, વકીલ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા માનવ અધિકાર વિશે કાયદાકીય સમજ આપવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં રાજકોટ ની ટીમ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,

