વડોદરા
હાલ રાજ્યભરમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે વાહન અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે અને કેમ્પેઇન હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ે વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં “ટુ વ્હીલર” ઉપર મહિલા અને બાળકો મળીને પાંચ લોકો જઇ રહ્યા છે. આ વીડિયો શેર કરવા સાથે ટ્રાફિક પોલીસે લખ્યું “હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા’ વડોદરા શહેર ટ્રાફિક ઉપર શેર કરવામાં આવેલો વીડિયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાથે લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, પરિવારે ટુ -વ્હીલર ઉપર દયા રાખી નથી અને સાથે પોતાનો જીવ જાેખમમાં મુક્યો છે. તાજેતરમાં જ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ઉપર એક વ્યક્તિ બે હાથમાં મોબાઇલ ફોન વાત કરતાં કરતાં બાઇક ચલાવતો વીડિયો શેર કર્યો હતો. જે વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આવા વીડિયો શેર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, અનેક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બેફામ અને બેજવાબદારી પૂર્વક વાહન ચલાવતા હોય છે. તેઓ પોતાની જિંદગી સાથે બીજાની જિંદગી પણ જાેખમમાં મૂકતા હોય છે.કમરતોડ મોંઘવારી કે પછી આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવની અસરના કારણે પાંચ સભ્યોનું પરિવાર એક જ “ટુ વ્હીલર’ ઉપર નિકળ્યું હશે કે પછી, અન્ય કારણસર નિકળ્યું છે. તેની ખબર નથી. પરંતુ, આ પરિવારે ટ્રાફિકના નિયમોનો તો ભંગ કર્યો જ છે. સાથે પરિવાર પોતાનો જીવ જાેખમમાં મુકી રહ્યું છે, તે હકીકત છે. વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના માર્ગો ઉપર એક ટુ વ્હિલર ઉપર નિકળેલા પાંચ સભ્યોના પરિવારનો વિડિયો પોતાના ટિ્વટર હેન્ડલ ઉપર શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.


