નડિયાદ
ખેડા શહેરના ભાઠામાં રહેતા રાવજીભાઈ મેલાભાઈ રાવળ ગત બપોર બાદ પોતાના સાથી મિત્ર આત્મારામ દાજીભાઈ રાવળ સાથે ભજનમાં જવા નીકળ્યા હતાં. આ બંન્ને મિત્રો એક્ટીવા નં. (જીજે-૦૭-સીએચ-૧૬૯૪) ઉપર બેસી ભજન માટે બારેજાના નવાપુરા ખાતે ગયા હતા. ભજન પૂર્ણ કરી આ બંન્ને લોકો ઉપરોક્ત એક્ટીવા પર પોતાના ગામે પરત આવતા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર ૪૮ ખેડા-બારેજા રોડ પરના બેટડીલાટ પાસે રોડની બાજુમાં ઊભેલ આઈસર પાછળ ઉપરોક્ત એક્ટીવા અથડાયું હતું. આ અકસ્માતમાં રાવજીભાઈ મેલાભાઈ રાવળને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે આત્મારામ દાજીભાઈ રાવળ ઘવાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ઘાયલને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર વિજય રાવળે ખેડા ટાઉન પોલીસમાં જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર ગત મધરાતે ભજન પૂર્ણ કરી ઘરે પરત ફરતાં બે મિત્રોને અકસ્માત નડ્યો હતો. અહીંયા બેટડીલાટ પાસે ઊભેલા આઈસર પાછળ એક્ટીવા અથડાતાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભે ખેડા સિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


