Gujarat

મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પરથી ૩ વર્ષની બાળકીની લાશ મળી

મહેસાણા
મહેસાણા ગાંધીનગર લીંક રોડ લર આવેલા ગોકુલધામ ફ્લેટ સામે આવેલા ઝૂંપડ પટ્ટીમાં મજૂરી કરતા એક પરિવારની બાળકી પોતાની માતા સાથે દરમિયાન સુઈ રહી હતી. એ દરમિયાન બાળકી ગુમ થતા માતા રાધિકાએ આસપાસ સુઈ રહેલા મજૂરોને જગાડી બાળકીની શોધખોળ કરી હતી. મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર રહેતી ૩ વર્ષની સોનાક્ષી નામની બાળકી પોતાની માતા રાધિકા પાસે સુઈ રહી હતી ગુમ થતા લોકોએ આસપાસ તપાસ કરી હતી. ઝૂંપડ પટ્ટીની પાસે આવેલા ખેતરમાં બાળકીની દુપટ્ટા વડે ફાંસો આપેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં મહેસાણા એ ડિવિઝન, એલસીબી, એસઓજી અને ડીએસપીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના લોકોની અને બાળકીની માતાની પણ હત્યા મામલે પૂછપરછ કરી હતી, જ્યાં ડોગ સકોર્ડની મદદથી તપાસ કરવામાં આવી હતી. હત્યાને પગલે ઝૂંપડ પટ્ટીમાં રહેતા મજૂરોને ખેતરોમાં બેસાડી ડોગ સકોર્ડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. ડોગ સકોર્ડ બાળકીની માતા પાસે આવીને ઉભો રહ્યો હતો. હાલમાં તો પોલીસે માતા અને તેના કાકા પર શંકા જતા પૂછપરછ હાથ ધરી છે. મૃતક બાળકીની માતા રાધિકા દાહોડથી સાસરીમાંથી રિસાઈને મહેસાણા પોતાના કાકને ત્યાં આવી મજૂરી કરતી હતી. રાધિકા અગાઉ દાહોદ ભાગીને લગ્ન કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. રાધિકાને લગ્ન જીવન દરમિયાન એક જ બાળકી હતી.મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણા શહેરમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ ગાંધીનગર લીંક રોડ પરથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો છે.

The-murdered-body-of-a-3-year-old-girl-was-found.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *