રાજકોટ
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચેના પ્રેમસંબંધનો અંત આવતા રોષે ભરાયેલા યુવકે યુવતીનો બીભત્સ ફોટો ફરતો કરતા દેકારો મચી ગયો હતો, યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી યુવતીને પોતાના સ્કૂટર પર બેસાડવાની કોશિશ કરતાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી. કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા, પરંતુ કોઇ કારણસર યુવતીએ પ્રેમસંબંધનો થોડા દિવસ પૂર્વે અંત આણી દીધો હતો, પ્રેમિકાએ સંબંધ તોડતા રોષે ભરાયેલા યુવકે પોતાની પાસે રહેલી યુવતીની બીભત્સ તસવીર ફરતી કરી દીધી હતી, જે મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, દરમિયાન મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી સ્કૂટર લઇને ત્યાં ધસી આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો એટલું જ નહીં યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યા હર્ત યુવતી સાથે જાહેરમાં બઘડાટી કરી રહેલો શખ્સ છેડતી કરતો હોવાનું સમજી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસમથકે લઇ જવાય હતા, યુવકને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.


