સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાથી જુના ભમોદ્રાના કેડે નાવલી નદીના કાંઠે વાંકના આરાની ખોડીયાર માતાજી ના મંદિરે ભવ્ય યજ્ઞ,સંતવાણી કાર્યક્રમ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવેલ. સાધ્વી પ.પૂ.સરસ્વતી ભારતી માતાજી ગુરૂશ્રી કનૈયાભારતીબાપુ પંચનામ જુના અખાડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન તેમજ આશ્રમની દેખરેખ રાખવામાં આવે છે.આ ત્રિવિધ કાર્યક્રમમાં માનવમંદિરના ભક્તિબાપુ ઉપસ્થિત રહી યજ્ઞ નારાયણના દર્શન કરી પ.પૂ.સરસ્વતી ભારતી માતાજી ગુરૂશ્રી કનૈયા ભારતી બાપુ પંચનામ જુના અખાડાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ તકે ખુબ મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ સેવકગણ હાજર હતાં . માનવમંદિરથી પ.પૂ.ભક્તિબાપુ સાથે ભુરાભાઈ વાળા અને બળવંતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.


