પાટીદારો પર લાગેલા કેસ પાછા નહીં ખેંચાય તો 6 માર્ચથી ફરી આંદોલન થશે,પાસ નેતા કથીરિયા અને નરેશ પટેલની બેઠકમાં નિર્ણય લેવાયો
ચૂંટણી અને પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવા અંગે ચર્ચા થઈ શકે છે
ગઈકાલે આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે રાજકોટ આવ્યા હતા
ખોડલધામ, કાગવડ ખાતે ‘પાસ’ના આગેવાન અલ્પેશ કથીરિયા,દિનેશ બાંભણીયા અને ધાર્મિક મલાવીયા સહિતના નેતાઓ સાથે આવી પહોચ્યાં હતા. જ્યાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક પૂર્ણ થતા હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો પાટીદારો પર લાગેલા કેસ પાછા નહીં ખેંચાય તો 6 માર્ચથી ફરી પાટીદારો આંદોલન થશે. આ વાતનું સત્તાવાર સમર્થન દિનેશ બાંભણીયાએ મીડિયાને આપ્યું છે. જેને અનુસંધાને દરેક જિલ્લામાં અને તાલુકામાં પાટીદારોના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજથી મિટિંગઓનો દોર શરુ થયો છે. હાલ પાસના આગેવાનો જસદણ મિટિંગ માટે રવાના થયા છે.
અગાઉ નરેશ પટેલે આપ્યુ મંતવ્ય
ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ગુજરાતના રાજકરણમાં પોતાના નિવેદનોથી ગરમાવો જગાવી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર


