Gujarat

માણાવદર તાલુકામાં ૫૦ દિવસથી આધારકાર્ડની કામગીરી બંધ

માણાવદર તાલુકામાં આદમી પાર્ટી દ્વારા મામલતદાર મારફતે કલેકટરને આવેદન પત્ર અપાયું
માણાવદર તાલુકામા છેલ્લા 50 દિવસથી આધારકાર્ડની કામગીરી સંપૂર્ણ બંધ હોવા બાબતે આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આધારકાર્ડ એક ખૂબ જરૂરી દસ્તાવેજો હોવા છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય અને કોઈ પણ જાત ની ખબર જ ના હોય એવું માહોલ માણાવદરની અંદર જોવા મળ્યો ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન મળતા આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા મામલતદાર મારફતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં જો આ મુદ્દા પર ધ્યાન દેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી આ તકે , રાજુભાઈ બોરખતરીયા પ્રદેશ મંત્રી,જૂનાગઢ જિલ્લા ટીમમાંથી જિલ્લા સંગઠન મંત્રી હમીરભાઈ રામ , જિલ્લા યુવા પ્રમુખ કૃણાલભાઈ સોલંકી, નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ સોલંકી ,શહેર પ્રમુખ કિશોરભાઈ પટેલ ,સંગઠન મંત્રી અરવિંદભાઈ સયજા,બાટવા શહેર પ્રમુખ ભરતભાઈ નકુમ ,મહામંત્રી સતીષભાઈ ડાંગર ,અનુસૂચિત જાતિ તાલુકા પ્રમુખ સંજયભાઈ પરમાર તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *