બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં પ્રથમ માતૃ-પિતૃ પુજન,ગુરુવંદના કાર્યક્રમ અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગ રૂપે શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ગુરુજનોના માર્ગદર્શન નીચે 50 થી પણ વધારે વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી અને તેનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ
જેમાં ગામના સરપંચ અને પંચાયત સભ્યોએ એસ.એમ.સીની ભાગીદારી નોંધાવી અને સરપંચ તરફથી તમામ બાળકોને ચોકલેટ અને બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના આચાર્ય દ્વારા તમામ ગુરુજનોની મહેનતને બિરદાવી સરપંચ અને પંચાયતના સભ્યોના હસ્તે મુમેન્ટો અર્પણ કરાવી અભિનંદન આપવામાં આવ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


