Gujarat

થરાના લાડકવાયા રઘુવંશીની આઘાતજનક વિદાય.

ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ.
   પરમપિતા પરમાત્માના દરબારમાં કોઈક જરૂરિયાત ઉભી થતાં તેની ગણત્રી અને ગણિત મુજબ થરાના લાડકવાયા રઘુવંશી વીર દિનેશભાઈ ગીરધરલાલ ઠકકરની વસમી ચિરવિદાય થતાં સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત ધર્મપ્રેમી થરા નગરમાં શોક અને આઘાતની ઘેરી લાગણી છવાઈ છે..
     શાળા/કોલેજ સમયે ગુજરાતના પ્રથમ હરોળના દોડવીર તરીકે બનસકાંઠાનું નામ ગુજરાતમાં ગુંજતું કરનાર સન્માનીય દિનેશભાઈ એક સારા,સજજન, ઉમદા,ઉદાર  વેપારીની સાથે સાથે સૌના સારા મિત્ર હતા.અજાતશત્રુની છાપ ધરાવતા દિનેશભાઈ થરાની સમગ્ર માનવઆલમમાં અતિ પ્રિય હતા.
   ઓછું બોલવું,સારૂ બોલવું,હિતકારી બોલવું,પ્રેરણાદાયી બોલવું,ધર્મમય બોલવું એ તેમનો જીવનમંત્ર હતો.સૌ મિત્રો,સ્નેહીજનો,પરિવારજનો,પરિચિતોમાં તેઓ ખૂબ જ પ્રિય હતા.જીવનમાં દરેકને નાનોમોટો શોખ હોય એમ સારૂ કાર્ય કે ધર્મ કાર્ય કરવાનો તેમને જબરો શોખ હતો.
   રામાયણના પાઠ અને સુંદરકાંડ હોય ત્યાં દિનેશભાઈની હાજરી નિજાનંદ સાથે અવશ્ય હોય જ.દિનેશભાઈની વિદાય થરા નગર અને સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ માટે અતિ દુઃખદ અને આઘાતજનક છે..
   પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિરશાંતિ આપે અને સૌ પરિવારજનો,મિત્રો,પરિચિતોને આ કારમો આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના..
   ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ

IMG-20220228-WA0417.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *