જર્મન ટેકનોલોજીના અતિઆધુનિક મશીનથી ૩૬૫ દિવસ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
વડનગર ખાતેથી રાજ્યના ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋુષિકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી ઉત્તમ સુવિધા મળી રહે તેમજ નાનામા નાના વ્યક્તિને પણ વિનામુલ્યે અતિઆધુનિક આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વડનગર ખાતેથી રાજ્યના ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રશ્રી ઋુષિકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્તે તકતી અનાવરણ કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી સહિત પદાધિકારીઓ/ અધિકારીઓ સહભાગી થયા હતા.
ડાયાલીસીસ સેન્ટરની વિગત આપતા સરકારી હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.જીજ્ઞેશ પરમારે જણાવ્યું હતું કે, જર્મન ટેકનોલોજીના અતિઆધુનિક આ ડાયાલીસીસ સેન્ટરના પાંચ મશીનોથી ૩૬૫ દિવસ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. ડાયાલીસીસ સેન્ટરમાં સંપુર્ણ એરકન્ડીશન સ્થિતિમાં ચાર કલાકમાં એક દર્દીનું ડાયાલીસીસ કરી શકાય છે. એક અઠવાડીયામાં ફરજીયાત બે વખત ડાયાલીસીસ કરવાની જરૂર પડે છે. સેન્ટરમાં દર્દી દીઠ એક જ વખત જુદી-જુદી મેડીકલ સામગ્રીનો વપરાશ કરી તેનો નાશ કરવામાં આવે છે. ઇમરજન્સી સમયમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. હાલ ૩૨ જેટલા દર્દીઓ આ સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા છે. ડાયાલીસીસમાં ચાર કલાક જેટલો સમય લાગવાથી દર્દીના મનોરંજન માટે ટી.વી.ની સુવિધા સાથે જરૂરી એવા પોષણશ્રમ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ તકે તમામ મહાનુભાવોએ વડનગર ખાતેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં ડો.વઘાસીયા, ડો.પરમાર,
સરકારી હોસ્પિટલના ડો.બાલુરામ, ડો.રોય સહિત પદાધિકારીશ્રીઓ અને સરકારી હોસ્પિટલનો કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો.


