Gujarat

સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન  ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા   બોડેલી ની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ની  બાળાઓ ને  સ્વરક્ષણ ની તાલીમ આપવામાં આવી 

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક  ધર્મેન્દ્ર શર્મા ના આદેશથી અને નાયાબ-પોલીસ અધિક્ષક  ચાવડા ના માર્ગદર્શન હેઠળ સૂરક્ષાસેતૂ અંતર્ગત જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ ડિફેન્સ એકેડેમી દ્વારા સંખેડા  તાલુકાની ૩૮૫ જેટલી મહિલા વિદ્યાર્થીનીઓને કરાટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સંસ્થાના કોચ  રાજેશભાઈ  ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી તેમજ પોલીસ પ્રજા ની મિત્ર છે એવા સૂત્ર ની સમજ આપી  ચોરી ના બનાવો અટકે  તેમજ ટ્રાફિક ની સમસ્યાઓ માં કેવી રીતે પ્રજા પોલીસ ને મદદ રૂપ થઇ શકે તેવી સમજ આપવામાં આવી હતી બાળાઓને પોલીસ સ્ટેશનની કાનૂની કામગીરી  વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ શાળા ની બાળાઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી હતી ત્યારે  બોડેલી પોલીસ સ્ટેશન ના સેકન્ડ પી.એસ.આઈ રોહિત દ્વારા પોલીસ ની કામગીરી અને બંદૂક  ટીયર ગેસ જેવા હથિયારો ની જાણકારી આપી હતી   વિદ્યાર્થીનીઓના પ્રોત્સાહન માટે બોડેલી  પોલીસ સ્ટેશન ના પી એસ આઈ સરવૈયા દ્વારા શાળા ની બાળાઓ ને પોલીસ ની કામગીરી અને સુરત માં મહિલા પર થયેલ અત્યાચાર જેવા પરિસ્થિતી માં પોતાનો બચાવ કેવી રીતે કરવો અને એવા પરિસ્થિતિ માં પોતાનો બચાવ કેવી રીતે કરવું એની જાણકારી આપી હતી અને દરેક બાળાઓ ને બોડેલી પોલીસ સ્ટેશન તરફથી ચોકલેટ અર્પણ કરી હતી શાળા ના આચાર્ય શ્રી જે આર  તેમજ  સંસ્થા ના સીનીયર કોચ જાબીરહુશેન મલેક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  જે ટી એ સ્પોર્ટ સેલ્ફ ડિફેન્સ એકેડમી  દ્વારા  35000 જેટલી બાળાઓ ને સેલ્ફ ડિફેન્સ કરાટે ની તાલીમ આપી છે  આગળ પણ બાળાઓને ઉચ્ચ તાલીમ મળે એ માટે આ સંસ્થા પ્રયન્ત કરી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220302-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *