Gujarat

યુક્રેનથી રાણપુરના વિદ્યાર્થી પરત આવતા કોગ્રેસના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.

રાણપુર ગ્રા.પં.ના સરપંચ ગોસુભા પરમાર,કનારા ગ્રા.પં.ના સરપંચ મેરૂભા પરમાર,કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા સહીતના આગેવાનોએ સ્વાગત કર્યુ.
યુક્રેનમાં હાલ યુધ્ધ ચાલી રહ્યુ છે જ્યા અનેક ભારતીયો ફસાયા છે અને સરકાર દ્વારા તમામ ભારતીયોને ઝડપથી સહી સલામત પોતાના વતન લાવવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરના વિદ્યાર્થી યુક્રેન અભ્યાસ માટે ગયેલ હતા જ્યા યુક્રેન-રશિયા વચ્ચે યુધ્ધ ને પગલે રાણપુર શહેરના વિદ્યાર્થી પોતાના વતન રાણપુર આવી પહોચતા રાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અરકાન ઇલ્યાસભાઈ ખટુંબરાના નિવાસ સ્થાને જઈને રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ સ્વાગત કર્યુ હતુ.જેમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,ઉપ.સરપંચ સુરેશભાઈ પરમાર,રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા,કનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરૂભા પરમાર,જીગરભાઈ ગાંજા,જોરૂભા પરમાર,દિનેશભાઈ મકવાણા,જોરભા પરમાર,પરવેજ કોઠારીયા સહીતના રાણપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને અરકાન ખટુંબરા ને સાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220304-WA0602.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *