Gujarat

લોકલ ક્રાઇમ બાન્ય, છોટાઉદેપુર દ્વારા સંખેડા પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી કુલ કિ.રૂ.૨૭,૦૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા નાઓએ સમગ્ર જીલ્લામાં જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ જુગાર બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ ઘાણા  અધિકારીશ્રીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે અન્વયે એચ એચ રાઉલજી ઇન્ચા – પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પો,સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે ભાટપુર ગામે નવા ફળીયામાં રહેતા સુધાબેન W/O અમરતભાઇ કંચનભાઇ તડવી નાઓના ઘરની પાછળ આવેલ વાડામાં કેટલાક લોકો લાઇટના અજવાળે પત્તા-પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે જુગારની પ્રવૃતિ છે ચાલતી હતી ત્યાં રેઇડ કરતા ફુલ – ૦૩ ઇસમોને પત્તા-પાના તથા રોકડા રૂપિયા ૨૭,૦૪૦/- સાથે સ્થળ ઉપર જ પકડી પાડી સંખેડા પોલીસ સ્ટેશનમાં જગાર ધારા ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220305-193930_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *