યુક્રેનના ચેનવીસ્ટ માં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો છોટાઉદેપુર નો આફતાબ મણિયાર યુદ્ધ ની સ્થિતિને લઈ ફસાયો હતો જોકે આજે ઓપરેશન ગંગા અંતર્ગત 7 દિવસ બાદ તેને આજે પોતાના ઘરે પહોંચતા માતાપિતા સહિત પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, પરિવારજનોએ નાળિયેર વધેરી પેંડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું, તો આફતાબ મણિયાર ને મળવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી નાયબ કલેકટર અભિષેક સિન્હા અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકર રાઠવા પણ પહોંચ્યા હતા અને શુભેચ્છા પાઠવવાની સાથે તેના ખબર અંતર પૂછ્યા હતા,ઓપરેશન ગંગા અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના આફતાબ મણિયાર હેમખેમ સલામત રીતે ઘરે પહોંચતા ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસ નો દિલથી આભાર વ્યકત કર્યો હતો, આફતાબે જણાવ્યું હતુંકે જો તેમને ભારત સરકારની મદદ મળી ના હોત તો હજુપણ યુક્રેનમાં ફસાયેલ હોત..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


