Maharashtra

સોનાના વાયદામાં રૂ.1,354 અને ચાંદીમાં રૂ.1,874નો ઝડપી ઉછાળો

ક્રૂડ તેલ પણ રૂ.883ના ઉછાળા સાથે રૂ.9,753ના સ્તરને સ્પર્શ્યુઃ કોટનમાં રૂ.410નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારાનો સંચારઃ રબર ઢીલુઃ બુલડેક્સ વાયદામાં 370 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 2730 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 621 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,78,412 સોદાઓમાં કુલ રૂ.29,002.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 370 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 2730 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 621 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,25,219 સોદાઓમાં કુલ રૂ.8,167.90 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,266ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,010 અને નીચામાં રૂ.53,266ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,354 વધી રૂ.53,913ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,167 વધી રૂ.42,949 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.138 વધી રૂ.5,347ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,558ના ભાવે ખૂલી, રૂ.1,322 વધી રૂ.53,835ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,297ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,251 અને નીચામાં રૂ.69,826ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1874 વધી રૂ.71,034ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1869 વધી રૂ.71,155 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,883 વધી રૂ.71,140 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 25,468 સોદાઓમાં રૂ.6,768.05 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.15.50 વધી રૂ.323.85 અને જસત માર્ચ વાયદો રૂ.10.15 વધી રૂ.345ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.34.20 વધી રૂ.874.50 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.672.8 વધી રૂ.2,902.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.4.85 વધી રૂ.194ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 67,578 સોદાઓમાં કુલ રૂ.7,112.14 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.9,753 અને નીચામાં રૂ.8,750ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.883 વધી રૂ.9,463 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.20 વધી રૂ.398.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,627 સોદાઓમાં રૂ.160.46 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,280 અને નીચામાં રૂ.36,650ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.410 ઘટી રૂ.36,780ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, રૂ.2 ઘટી રૂ.16800 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.53.20 વધી રૂ.1049.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 32,871 સોદાઓમાં રૂ.4,900.98 કરોડનાં 9,112.452 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 92,348 સોદાઓમાં કુલ રૂ.3,266.92 કરોડનાં 461.205 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 44,199 સોદાઓમાં રૂ.5,615.89 કરોડનાં 58,74,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,379 સોદાઓમાં રૂ.1,496 કરોડનાં 38217500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,151 સોદાઓમાં રૂ.138.58 કરોડનાં 37425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 474 સોદાઓમાં રૂ.21.85 કરોડનાં 210.96 ટન, રબરના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 2 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 23,870.478 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 407.490 ટન, ક્રૂડ તેલમાં 1235500 બેરલ અને નેચરલ ગેસમાં 8450000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 188650 ગાંસડી, મેન્થા તેલમાં 362.52 ટન, રબરમાં 54 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2358 સોદાઓમાં રૂ.305.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 798 સોદાઓમાં રૂ.64.79 કરોડનાં 822 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,357 સોદાઓમાં રૂ.214.84 કરોડનાં 1,815 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 203 સોદાઓમાં રૂ.25.59 કરોડનાં 222 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 580 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 821 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 156 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 8,748ના સ્તરે ખૂલી, ઊપરમાં 9,369 અને નીચામાં 8,748ના સ્તરને સ્પર્શી, 621 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 740 પોઈન્ટ વધી 9,152ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,500ના સ્તરે ખૂલી, 370 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 407 પોઈન્ટ વધી 15,839ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 21,625ના સ્તરે ખૂલી, 2730 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2678 પોઈન્ટ વધી 24232ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 56162 સોદાઓમાં રૂ.6,488.32 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,296.41 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51.40 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,451.32 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.687.85 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 318.77 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.10,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.838.20 અને નીચામાં રૂ.600 રહી, અંતે રૂ.486 વધી રૂ.703.70 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.490.50 ખૂલી, ઊપરમાં રૂ.1,055 અને નીચામાં રૂ.490.50 રહી, અંતે રૂ.600 વધી રૂ.994 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.70 ખૂલી, ઊપરમાં રૂ.26.90 અને નીચામાં રૂ.16.70 રહી, અંતે રૂ.11.60 વધી રૂ.26.05 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.177 ખૂલી, ઊપરમાં રૂ.224 અને નીચામાં રૂ.101 રહી, અંતે રૂ.122 ઘટી રૂ.183.50 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.189 ખૂલી, ઊપરમાં રૂ.210 અને નીચામાં રૂ.127 રહી, અંતે રૂ.199 ઘટી રૂ.131.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.12.20 અને નીચામાં રૂ.8 રહી, અંતે રૂ.4.80 ઘટી રૂ.9.65 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *