બોટાદ જીલ્લાના રાણપુર લીમડી રોડ ઉપર કરમડના પાટીયે આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂજય શ્રીજીસ્વરૂપ સ્વામીના અધ્યક્ષ સ્થાને ભવ્ય રીતે ઘનશ્યામ મહારાજનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.આ પાટોત્સવ પ્રસંગે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં જળયાત્રા, ઘનશ્યામ મહારાજનો વિવિધ દ્રવ્યોથી અભિષેક, 108 ઉપરાંત વાનગીઓનો અન્નકૂટ ઉત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, 50 ગામના નવા ચૂંટાયેલા સરપંચો નો સન્માન સમારોહ તથા શાકોત્સવ.આ ઉત્સવના મુખ્ય યજમાન તરીકે મયૂભાઈ કેશવભાઈ શીંગાળા રહ્યા હતા.આ પ્રસંગે ધામ ધમથી સંતોની પણ પાવન ઉપસ્થિતિ હતી. જેમાં વડતાલથી સત્સંગ મહાસભાના પ્રમુખ તેમજ આખીય ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પૂજ્ય નૌતમ સ્વામી, ગઢડા મંદિરના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામી, સારંગપુર મંદીરથી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, રાજકોટ મંદિરથી પૂજ્ય રાધારામણ સ્વામીજી, બાલાજી મંદિર રાજકોટ થી પૂજ્ય વિવેકસાગર સ્વામી, બોટાદ ગુરુકુળથી પૂજ્ય મધવસ્વામી તથા બગસરા, ટાટમ, ફરેણી, મહુવા વગેરે સ્થાનેથી સંતોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ઉજવાયો.હજારોની સંખ્યામાં ભક્તજનોએ પણ આ ઉત્સવનો લાભ લીધો જેમાં રાણપુર ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા અને RMP બેરીંગ કંપનીના રાજુભાઇ મકવાણા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. સરપંચો ને પણ સ્મૃતિ ભેટ આપી સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. અને આ પ્રસંગે રાણપુર, કરમડ, ભૃગુપુર, છત્રીયાળા, બોડીયા, નાગનેશ, વેજલકા, હડમતાળાના, જોબાળા, છલાળા, મીણાંપુર, વાણીયાવદર, ચિચોડ, સુરત, રાજકોટ, જૂનાગઢ વગેરે ગામોમાંથી હરિભક્તો પધાર્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમે ઘણા ભક્તોએ બ્લડ ડોનેટ કર્યું હતું. સંતોએ પણ બ્લડ ડોનેટ કરી સમાજને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.સૌ ભક્તજનોએ પૂજ્ય સંતોના આશીર્વાદ લાઇ અંતમાં ભગવાન સ્વામિનારાયણ ના શાકોત્સવનો મહાપ્રસાદ લીધો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


