જરૂરિયાતમંદ ૨૬૮૫ મહિલાઓનો સહારો બની અભયમ્ હેલ્પલાઇન
ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત સરકારની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-સૂચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ,રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્રારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી હતી. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિ માં એક સજ્જન ની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. ૭ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્રારા ગીર સોમનાથ જીલ્લામાં કુલ ૧૫૬૮૧ કરતા વધારે મહિલાઓને મુજબ સલાહ- સૂચન – માર્ગદર્શન અને બચાવ પૂરું પાડવામાં આવે છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્કયુ વાન સાથે કાઉન્સેલર સહિત ટીમ જઈને ૩૫૦૫ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડેલ છે “છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલુ હિંસા ના ૩૫૫,લગ્ન જીવનના વિખવાદ ૪૩, પાડોશી સાથેના ઝઘડાના ૬૨,બાળકની કસ્ટડીના ૨૧, ફોન પર પજવણી કે શારીરિક પજવણીના ૧, ઘરેથી નીકળી ગયેલા- ભુલા પડેલા કે બિન વારસ માનસિક અસ્વસ્થ ના ૨૦,તેમજ પ્રકારના ૩૯ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવેલ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મૂંઝવણઅને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહવિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન, અને સુરક્ષા પુરી પાડવા માટે મહત્વપૂર્ણ સેવા સાબિત થઈ છે. GVK emri દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે ૧૮૧ હેલ્પલાઇન કોઈપણ મહિલાને માનસિક, શારિરીક, આર્થિક કે જાતીય પ્રશ્નો તુરંત હલ કરવા માટે મદદગાર બની રહી છે. તાલીમ લીધેલ મહિલા કાઉન્સેલર દ્વારા મહિલાઓનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને અનેક બિનજરૂરી વિવાદના કેસોમાં શાંતિપૂર્ણ સમાધાન કાઢવામાં આવે છે.
હિંસાનો ભોગ બનેલી મહિલાઓને પોલીસ ફરિયાદ નોંધાવા, રહેવા-સુરક્ષાની સુવિધાઓ, કિશોરીઓ,યુવતીઓ, પરણીત મહિલાઓને, 24×7 વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી કૉલ મેસેજ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેતર સંબંધો, માનસિક અસ્વસ્થતા જેવા મહિલાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા અભયમ ૧૮૧ હેલ્પલાઇન કાર્ય કરે છે.
જાન્યુઆરી થી ડીસેમ્બર વર્ષ ૨૦૨૧ દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં ૨૬૮૫ મહિલાઓએ મદદ માર્ગદર્શન અને બચાવ માટે કૉલ કર્યા હતા જેમાં ટેલિફોનિક કાઉન્સિલિંગ દ્વારા ૨૦૯૪ તેમજ ૫૯૧ કેસમાં સ્થળ પર જઈને મદદ કરવામાં આવી હતી. ૩૭૨ જેટલા કેસમાં સમાધાન અને ૧૮૮ કેસોમાં પોલીસ ફરિયાદ તથા અન્ય સંસ્થાઓમાં રેફર કરાવવામાં આવી છે. આમ, મહિલા હેલ્પલાઇન દ્વારા વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે


