Gujarat

દાહોદના અભલોડ ગામે છોકરી સાથે વાતચીત મામલે બે પક્ષો વચ્ચે મારામારી

દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગામતળ ફળિયામાં રહેતાં યુવરાજકુમાર ભરતભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૮મી માર્ચના રોજ ગામમાં રહેતાં કનૈયા હીરાભાઈ રાઠોડ, પંકજ ચુનીયાભાઈ નગોતા, રોનક હીરાભાઈ રાઠોડ, પિન્કેશ સુરેશભાઈ ગળીયા અને શૈલેષ નારણભાઈ નગોતા દ્વારા છોકરી સાથે વાતચીત કરવા મામલે તકરાર થઈ હતી. તેઓ ગેરકાયદેસર મંડળી બનાવી યુવરાજભાઈના ઘરે આવ્યાં હતાં અને ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે, તું મારી સગાઈ કરેલી છોકરી સાથે કેમ વાતચીત કરે છે, તેમ કહી એકદમ ટોળાએ ઉશ્કેરાઈ જઈ યુવરાજભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેથી આ સંબંધે ઈજાગ્રસ્ત યુવરાજભાઈ ભરતભાઈ ભરવાડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. ૮મી માર્ચના રોજ ગામમાં રહેતાં ધનજી સેવાભાઈ નગોતા, ભારત ધનજીભાઈ નગોતા, અમરા સેવાભાઈ નગોતા, ઉમેશ ધનજીભાઈ નગોતા, યુવરાજ ભરતભાઈ નગોતા, નારણ સેવાભાઈ નગોતા, જેસીંગ રૂપાભાઈ નગોતા, શૈલેષ જેસીંગભાઈ નગોતા, ઉમેશ પ્રતાપભાઈ નગોતા, બાબુ રૂપાભાઈ નગોતા, હરેન્દ્ર બાબુભાઈ નગોતા અને પ્રેમજી કચરાભાઈ નગોતાનાએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હીરાભાઈના ઘરે આવ્યાં હતાં. તેમજ બેફામ ગાળો બોલી અગાઉના ઝઘડાની અદાવત રાખી ઘરમાં ટોળાએ ઘુસી જઈ તોડફોડ કરી હીરાભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ સંબંધે ઈજાગ્રસ્ત હીરાભાઈ રામાભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે છોકરી સાથે વાતચીત કરવા મામલે અને અગાઉના ઝઘડાની રીસ રાખી બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી તેમજ ઘરમાં તોડફોડ સહિત ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *