Gujarat

કોટનમાં 17,525 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.100ની વૃદ્ધિ

સોનાનો વાયદો રૂ.632 અને ચાંદીનો વાયદો રૂ.866 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.125ની તેજીઃ મેન્થા તેલ, રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 327 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1200 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 395 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,88,866 સોદાઓમાં કુલ રૂ.23,599.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 327 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 1200 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 395 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,40,711 સોદાઓમાં કુલ રૂ.7,355.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,601ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,484 અને નીચામાં રૂ.52,437ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.632 વધી રૂ.53,377ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.361 વધી રૂ.42,559 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.5,288ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,680ના ભાવે ખૂલી, રૂ.618 વધી રૂ.53,342ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,504ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,630 અને નીચામાં રૂ.68,932ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 866 વધી રૂ.70,441ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 794 વધી રૂ.70,470 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.773 વધી રૂ.70,465 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,239 સોદાઓમાં રૂ.1,802.89 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.15.80 વધી રૂ.283 અને જસત માર્ચ વાયદો રૂ.10.80 વધી રૂ.326ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.10.75 વધી રૂ.811.55 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.217.5 ઘટી રૂ.2,987.70 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 68,939 સોદાઓમાં કુલ રૂ.6,747.08 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,318ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,734 અને નીચામાં રૂ.8,267ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.125 વધી રૂ.8,638 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.40 વધી રૂ.351.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 776 સોદાઓમાં રૂ.75.84 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,620 અને નીચામાં રૂ.37,350ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.37,500ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,960ના ભાવે ખૂલી, રૂ.202 વધી રૂ.17138 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.70 વધી રૂ.1038.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 33,180 સોદાઓમાં રૂ.3,845.20 કરોડનાં 7,270.007 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,07,531 સોદાઓમાં કુલ રૂ.3,510.01 કરોડનાં 503.398 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 50,687 સોદાઓમાં રૂ.5,733.11 કરોડનાં 67,53,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,252 સોદાઓમાં રૂ.1,014 કરોડનાં 28922500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 517 સોદાઓમાં રૂ.65.89 કરોડનાં 17525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 240 સોદાઓમાં રૂ.9.54 કરોડનાં 92.16 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.41 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,218.057 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 380.654 ટન, ક્રૂડ તેલમાં 841000 બેરલ અને નેચરલ ગેસમાં 6775000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 183950 ગાંસડી, મેન્થા તેલમાં 360.72 ટન, રબરમાં 53 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1026 સોદાઓમાં રૂ.83.64 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 982 સોદાઓમાં રૂ.77.54 કરોડનાં 999 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 14 સોદાઓમાં રૂ.2.09 કરોડનાં 18 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 30 સોદાઓમાં રૂ.4.01 કરોડનાં 39 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 489 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 302 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 71 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 8,140ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,395 અને નીચામાં 8,000ના સ્તરને સ્પર્શી, 395 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 131 પોઈન્ટ ઘટી 8,339ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,440ના સ્તરે ખૂલી, 327 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 189 પોઈન્ટ વધી 15,692ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 23,060ના સ્તરે ખૂલી, 1200 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 690 પોઈન્ટ ઘટી 23327ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 67175 સોદાઓમાં રૂ.7,534.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,398.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.42.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,600.09 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.491.55 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 237.87 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.251 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.70.20 વધી રૂ.427.10 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.325 ખૂલી, ઊપરમાં રૂ.630 અને નીચામાં રૂ.292 રહી, અંતે રૂ.186 વધી રૂ.577.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.19.25 અને નીચામાં રૂ.12.50 રહી, અંતે રૂ.2.65 વધી રૂ.17.05 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.220 ખૂલી, ઊપરમાં રૂ.348 અને નીચામાં રૂ.204.10 રહી, અંતે રૂ.16.60 ઘટી રૂ.250 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.161.50 ખૂલી, ઊપરમાં રૂ.177 અને નીચામાં રૂ.75 રહી, અંતે રૂ.54.50 ઘટી રૂ.102.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16 ખૂલી, ઊપરમાં રૂ.18.45 અને નીચામાં રૂ.13.05 રહી, અંતે રૂ.1.80 ઘટી રૂ.14.65 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *