Gujarat

માંગરોળ ભાજપ શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ૪ ચાર રાજ્યોમા બહુમતી મેળવવામા જંગી બહુમતી સાથે આગળ વધી રહી છે તેની ખુશીમાં સેક્રેટરી  આંબેડકરજી ની પ્રતિમા પાસે ફટાકડા ફોડી તેમજ મિઠાઈ વહેંચી વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી,,

માંગરોળ,,,
ઉતર પ્રદેશ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા ની ચૂંટણી માં
ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી થી ચાર રાજ્યો મા વિજય મેળવી સરકાર બનાવવા આદરણીય પ્રધાનમંત્રી ના નેત્રુત્વમા સૌનૌ સાથ – સૌ નો વિકાસ, સુ-શાસન,સુરક્ષા, આતંરરાષ્ટીય કુટનિતિ,
સાથે લોક કલ્યાણ ના કાર્યો ને રાજ્યો ના મતદારો એ આપેલા ચુકાદા ને બિરદાવવા-વધાવવા માંગરોળ મુકામે સેક્રેટરી રોડ ડો. આંબેડકરજી ની પ્રતિમા પાસે  ફટાકડા ફોડી મિઠાઇ વહેચી આગેવાનો દ્વારા ડો.આંબેડકરજી ની પ્રતિમા ને હાર પહેરાવી વિજયોત્સવ ના નારાઓ લગાવી આ વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો, આ કાર્યક્રમમા ભાજપ રાષ્ટ્રીય અગ્રણી વેલજીભાઈ મસાણી, જીલ્લાના હોદ્દેદાર માલદેભાઈ ભાદરકા, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાંભલા તેમજ યુવા મોરચાના હોદ્દેદારો તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, નગરપાલિકા ના સભ્યો ભાજપ શહેર તથા તાલુકાના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,,,રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *