પંજાબમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થતાં છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે આપ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા બોડેલી અલીપુરા ચાર રસ્તા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો . પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આનંદ ઉત્સવ છવાઇ ગયો હતો.છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત, જિલ્લા મહામંત્રી રંજનભાઈ તડવી,લઘુમતિ સેલ જિલ્લા પ્રમુખ રીઝવાનભાઈ સોની,બોડેલી તાલુકા પ્રમુખ દિલુભાઈ ઠક્કર,કવાંટ તાલુકા પ્રમુખ યોગેશભાઈ રાઠવા સહિત સંગઠન ના વિવિધ સેલ જિલ્લા તથા તાલુકા ના કાર્યકરો દ્વારા બોડેલી તાલુકા મથક અલીપુરા ચાર રસ્તા ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ મનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદે


