સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિબાપુ આજ રોજ સુફીસંત દાદાબાપુ કાદરીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત તેમજ ખબરઅંતર પુછવા ગયેલ ત્યારે સુફીસંત દ્રારા નવનિર્મિત હરિના બાળકો માટે તૈયાર થઈ રહેલ ભોજનાલય માટે રૂપિયા દસ હજારનુ અનુદાન ભેટ આપેલ.આ તકે સૈયદ કાદરબાપુ તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ચૌહાણ માનવમંદિરના સેવાભાવી પ્રફુલભાઈ યાદવ તેમજ બળવંતભાઈ મહેતા અને મુસ્તાકભાઈ જાદવ, અશરફભાઈ ઈગોરા તેમજ મહેબુબભાઈ જાદવ ઉપસ્થિત હતા


