Gujarat

રાણાવાવ પાસે વાડીના મકાનમાં અઢી વર્ષની બાળકી પર દૂષ્કર્મ

રાણાવાવ
રાણાવાવ તાલુકાના ભોદ ગામના પાટિયા નજીક એક વાડીમાં પરપ્રાંતીય પરિવાર મજૂરી કામે આવ્યો હતો. આ પરિવારના સભ્યો વાડીએ મજૂરી કામ કરતા હતા તે દરમ્યાન આ પરિવારના સંતાનો વાડીના મકાનમાં હતા જેમાં એક પાંચ વર્ષનો બાળક અને એક અઢી વર્ષની બાળકી અને એક અન્ય બાળક ઘરમાં એકલા હતા. એક અજાણ્યો સાયકલ ચાલક શખ્સ ત્યાંથી પસાર થયો હતો અને બાળકોને માર મારી બાળકોને ડરાવીને કાઢી મુક્યા હતા અને નરાધમ શખ્સે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નાશી છૂટ્યો હતો. બાદ બાળકીના માતાપિતા ઘરે આવ્યા ત્યારે પોતાની બાળકીની સ્થિતિ જાેઈ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક રાણાવાવ સરકારી દવખાને લઈ ગયા હતા. બાળકીની સારવાર શરૂ કરી હતી અને ત્યાંથી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આદરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સાયકલ ચાલક અજાણ્યો શખ્સ છે અને પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે. અઢી વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી સામે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.રાણાવાવના ભોદ પાટિયા વિસ્તારમાં વાડીમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાનો બનાવ સામે આવ્યો છે. એક સાયકલ ચાલકે આ જઘન્ય કૃત્ય આચાર્યુ છે. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Misdemeanor-on-a-two-and-a-half-year-old-child.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *