છોટાઉદેપુર જિલ્લા નાં બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ ના વતની અને છેલ્લા ૧૯ વર્ષ થી ઈંડિયન આર્મી માં હવાલદાર તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ બારીયા નું ચાર દિવસ પહેલા જમ્મુ કાશ્મીર નાં કૂપવાડા જિલ્લા નાં કાલારુસ ક્ષેત્રમાં બર્ફીલી પહાડી ઓ માંથી ગાડી ખીણમાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ચાર દિવસ સુધી ઈંડિયન આર્મીની સ્પેશયલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે વહેલી સવારે ૭ વાગ્યે વીર જવાન શહીદ થયા હતા, તેઓ ની દિવ્ય આત્મા ને શાંતિ મળે તે માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર ખાતે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા ઓ ની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો સહિત બીરસા એજ્યુકેશન સાથે સંકળાયેલા તમામ ઉપસ્થિત રહી મીણબત્તીઓ સળગાવી અને બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


