Maharashtra

ફિલ્મ RRRનું આગામી સોંગનું સેલિબ્રેશન એન્થમ ટીઝર સોસિયલ મીડિયામાં શેર કર્યું

મુંબઈ
ફિલ્મ ઇઇઇ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે આ ફિલ્મની રીલીઝની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા છે. હવે તેમનો ઉત્સાહ વધારતા, ફિલ્મના નિર્માતાઓએ આગામી સોંગનું ટીઝર શેર કર્યું છે. આ ગીત ઇઇઇ સેલિબ્રેશન એન્થમ છે, જેમાં જુનિયર દ્ગ્‌ઇ, રામ ચરણ અને આલિયા ભટ્ટ જાેવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા એસએસ રાજામૌલીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફિલ્મમાં આલિયા અને અજયના પાત્રોની ઓછી સ્ક્રીન સ્પેસ વિશે કહ્યું હતું કે, આલિયા અને અજય દેવગણનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાે આપણે ઇઇઇને એક શરીર તરીકે જાેઈએ તો અજય દેવગણનું પાત્ર ફિલ્મનો આત્મા છે. અમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે તેને સંતુલિત કરી શકે, તેની ઉર્જાને મેચ કરી શકે, તેથી તે પાત્ર સીતા છે, જે આલિયા ભટ્ટ દ્વારા ભજવવામાં આવી રહ્યુ છે. આલિયા અને અજય દેવગણ ફિલ્મમાં કેમિયો છે, પરંતુ જાે મહત્વના પાત્રોની વાત કરવામાં આવે તો બંને પાત્રો બાકીના કલાકારો જેટલા જ મહત્વપૂર્ણ છે. સોંગમાં જુનિયર દ્ગ્‌ઇ અને રામ ચરણ કુર્તા પાયજામામાં જબરદસ્ત ડાન્સ કરતા જાેવા મળશે. બીજી તરફ, આલિયા ભટ્ટ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીઝર ઘણું સારું છે અને હવે સોંગ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. સોંગનું ટીઝર શેર કરતા નિર્માતાઓએ લખ્યું, યે હૈ ઇઇઇ સેલિબ્રેશન એન્થમ પ્રોમો. સોંગ ૧૪ માર્ચે સાંજે ૪ વાગ્યે રિલીઝ થશે. પ્રોમોમાં બંને ધ્વજ લહેરાઈ રહ્યા છે, જેમાં વંદે માતરમ લખેલું છે. આલિયા પિંક અને રેડ કલરના સાઉથ ઈન્ડિયન આઉટફિટમાં જાેવા મળી રહી છે. જ્યારે જુનિયર દ્ગ્‌ઇ અને રામ ચરણે કુર્તા પાયજામા પહેર્યા છે. ફિલ્મની વાત કરીએ તો એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૨૫ માર્ચે રિલીઝ થશે. તે સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લુ સીતારામ રાજુના યુવા દિવસોની કાલ્પનિક કહાની છે. ફિલ્મમાં અજય દેવગણ પણ ખાસ રોલમાં જાેવા મળશે. આલિયાએ આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મમાં આલિયા અને અજયને કારણે હિન્દી સિનેમાના ચાહકો પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.

RRR-Roar-Rise-Revolt-Film-Film-Director-SS-Rajamauli-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *