Gujarat

રેતી માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી વહન કરતા ૧૨ હાઇવા ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાણ ખનિજ વિભાગને સોપત છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવૃત્તિ બંધ કરવા સુચના કરેલ હોય જે સબંધે એસ ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જેપી મેવાડા નાઓને હકિકત મળેલ કે, ગુનાટા ગામે ઓરસંગ નદીના પટમાથી સાદી રેતી ખનન કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની હકિકત આધારે એસઓજી ટીમના માણસો સાથે રાખી તેમજ છોટાઉદેપુર પોસ્ટે ના વી.એમ. કામળીયા પોલીસ ઇન્સપેક્ટર તથા તેમની ટીમના માણસો સાથે રાખી ખાનગી તથા સરકારી વાહન સાથે ગુનાટા ગામે ઓરસંગ નદીમા રેઇડ કરતા નદીના પટમા ખનન કરેલ રેતી ભરેલ તથા ખાલી એમ કુલ ૧ર હાઇવા ટ્રક ગે.કા રીતે રેતીનુ ખનન કરી સરકાર શ્રી ને તથા પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ કાયદેસરની કાર્યવાહિ કરવા માટે છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગને સોપવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220314-140312_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *