Gujarat

જેતપુર શહેરના માધવ પાર્ક સોસાયટીના રહીશોએ દબાણ દૂર કરવા આપ્યું આવેદન

મહિલાઓએ સાર્વજનિક પ્લોટમાં દબાણ દૂર કરવા કરી રજૂઆત
જેતપુર શહેર ના કેનાલ પાસે આવેલ માધવ પાર્ક વિસ્તારના મહિલાઓ તેમજ પુરુષોએ જેતપુર નવાગઢ નગરપાલિકાએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું
માધવ પાર્કમાં રહેતા રહીશોએ આપેલ આવેદન મુજબ આ વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ આવેલ હોય જેમાં અમુક તત્વો દ્વારા ગોડાઉન રૂમ તથા દિવાલ ઊભી કરી બિન અધિકૃત રીતે
આવેલી સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં દબાણો સર્જાયા હોય જે મામલે રહીશોએ જીલ્લા કલેકટર,ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર,ધારાસભ્ય અને નગરપાલિકામાં દબાણો હટાવવા મામલે રજૂઆત કરી
કેનાલ પાસે આવેલ માધવ પાર્ક સોસાયટી રહીશોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં અમુક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય જે દબાણ કોઈપણ સોસાયટીના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં તકલીફ પડે છે તેમજ  વૃદ્ધ લોકો અને બાળકો માટે રમવા માટે અને કોઈ નાનો મોટો કાર્યક્રમ્ કરવો હોય તો સાર્વજનિક જગ્યા પર કરી શકાય તેમજ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે  બાંધકામ થયું હોય જેથી દબાણો હટાવવાની માંગ કરી છે અને જો કાર્યવાહી ના કરાય તો મહિલાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220314-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *