Gujarat

બરવાળામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયુ..

૧૨ દુકાન ધારકો પાસેથી રૂ.૭૫૦૦ દંડ વસુલ કરાયો
 સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર બિજલ શાહ તેમજ જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકથી બરવાળા તાલુકામાં શહેરી વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ ૨૫ જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૨ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૭૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં “તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી.
આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એમ.કે.સાત્યકી,એમ.ઓ. ડૉ.પારસ વસાણી,નાયબ મામલતદાર  એસ.બી.ખાંભલ્યા, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર વી.એસ.પટેલ,નગરપાલિકા બરવાળા શોપ ઇન્સ્પેકટર ગંભીરસિંહ ભાડલીયા,પોલીસ વિભાગના પી.એસ.આઈ. એન.જી.રબારી અને એ.એસ.આઇ યાસ્મીનબેન ઝરગેલા,સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી) વિભાગના મકવાણા નરેશભાઈ.આર., ડી.પી.એ. દિપેશભાઇ વ્યાસ,તાલુકા ફાઇનાન્સ ઓફિસર વિમલભાઈ વસાણી, તાલુકા સુપરવાઈઝર એફ.વી. સોલંકી વગેરે દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20220315-WA0469.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *