Gujarat

સાવરકુંડલા શહેરના રક્તદાન કેમ્પની અજબ કહાની, લહૂ કા કોઈ મજહબ નહીં હોતા.. સામાજિક સમરસતા એટલે સાવરકુંડલા શહેરમા સુરેશભાઈ પાનસુરીયા દ્રારા યોજાયેલ રક્તદાન શિબિર

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા યોજાયો અતુલ્ય રક્તદાન કેમ્પ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી સી. આર પાટીલનો રકતતુલા કાર્યક્રમ. આ સુંદભે વિશાળ બાઈક રેલી દ્વારા પાટીલ સાહેબનું અદકેરું સ્વાગત પણ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમા માનનીય ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ શ્રી સી. આર પાટીલના જન્મદિવસ નિમિત્તે  અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા યોજાયેલા ભવ્ય અને ઐતિહાસિક રક્તદાન કેમ્પ..આ રકતતુલા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા શહેરના ભજનીક રેખાબેન વાળા તથા સુરતના હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ લાખાણીએ પણ લોકમનોરંજન કરાવી ઉપસ્થિત માનવ મેદનીને આનંદ વિભોર કરી દીધી હતી. આ તકે માનનીય પાટીલ સાહેબની રકતતુલા પણ સંન્માનીય ભાજપ પદાધિકારીઓ અને સાધુસંતોની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ તકે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સમેત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ભરતભાઈ બોઘરા, મહેશભાઈ કસવાળા, રઘુભાઈ હુંબલ, જે. વી કાકડીયા, ડો. ભરતભાઈ કાનાબાર, રેખાબેન મોવલીયા, બાવકુભાઈ ઉધાડ, વી. વી. વઘાસીયા, કાળુભાઈ વિરાણી, શહેર ભાજપ ટીમ પ્રવીણભાઈ સાવજ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હીરપરા, પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, તૃપ્તિબેન દોશી, નગરપાલિકા સદસ્યો સમેત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હરિહરાનંદબાપુ, વિજયબાપુ, ભયલુબાપુ, નારણદાસ સાહેબ, ભક્તિરામ બાપુ, પ. પૂ. ઉષામૈયા સમેત સંતોની પાવક અને પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલાના આ સમારંભમાં લગભગ દસ હજાર કરતાં વધારે લોકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ પાટીલ સાહેબ અને સમગ્ર સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. આ તકે ૧૪ વર્ષનાં પીઠવડીનાં વિદ્યાર્થીએ ખૂબ સુંદર શબ્દો દ્વારા સમગ્ર ઘટના ક્રમનો પરિચય આપ્યો હતો.આ પ્રસંગે સાવરકુંડલાના લોકપ્રિય કાર્યક્રમનાં પ્રારંભમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ સી. આર પાટીલ તથા ઉપસ્થિત તમામ મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કર્યું હતું. આ તકે જિલ્લા ભાજપ દ્વારા મોમેન્ટો આપીને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર પાટીલનું સ્વાગત કરવામાં આવેલ. આ તકે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ તેનાં સંબોધન દરમિયાન  સુરેશભાઈ પાનસુરીયાની સેવાભાવનાને બિરદાવી હતી. અને સાવરકુંડલા શહેરમાં આ ભવ્ય અને ઐતિહાસિક રક્તદાન કેમ્પમા ૧૬૦૦ બોટલ જેટલું રક્તદાન થવાનું છે અને તેમાં પણ ૫૦૦ જેટલી મહિલાઓએ રક્તદાન કર્યું અને મહિલાઓની આ સેવાભાવનાને બિરદાવી સાવરકુંડલા શહેરને હવે બ્લડ બેંકની આવશ્યકતા છે જે વહેલી તકે પૂર્ણ થાય તે અંગે પાટીલ સાહેબને યોગ્ય કરવા વિનંતી કરી હતી. આ તકે તેમણે સુરેશભાઈ પાનસુરીયાનું કુર ૨૨ વ્યક્તિઓનું સંયુક્ત કુટુંબ છે તેમાંથી ૧૯ સભ્યોએ આ કેમ્પમાં રક્તદાન કર્યું તે પણ ખરેખર બિરદાવા લાયક ઘટના ગણાય તેમ જણાવ્યું હતું. આ તકે માનવમંદિરના ભક્તિરામ બાપુએ પણ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ રક્તદાન એ સ્વૈચ્છિક રીતે થયેલું કાર્ય છે અને પાટીલ સાહેબની રકતતુલા એ એક ઐતિહાસિક ઘટના છે. તેમણે સાવરકુંડલા શહેરવાસીઓની આ ઘટનાને હમેશાં યાદ રાખી સાવરકુંડલા શહેરને હવે વિકાસની હરણફાળના માર્ગ પર લઈ જવામાં પાટીલ સાહેબ પણ થોડા મદદરૂપ થાય તેવી ટકોર પણ કરી હતી. આ તકે તમામ સંતોના સંન્માન પણ સુરેશભાઈ પાનસુરીયા પરીવાર દ્વારા કરવામાં આવેલ.
આ તકે પાટીલ સાહેબે પણ સુરેશભાઈ પાનસુરીયાની સેવાભાવનાની ખૂબ હ્રદયથી નોંધ લીધી હતી. અને તેમણે જણાવ્યું હતું પૂર્વ કૃષિ મંત્રી વી. વી. વઘાસીયાના સમયમાં સાવરકુંડલા શહેરને બ્લડ બેંકની મંજૂરી મળી ગઈ હતી પરંતુ થોડા સાધનો અને સ્ટાફ વાંકે આ પ્રક્રિયા થંભી ગઈ હોય આ સંદર્ભે પાટીલ સાહેબે આજેજ મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્ય મંત્રીને રજૂઆત કરશે તેવી જાહેર ખાતરી આપી હતી. તો આ સંદર્ભે નાણાંકીય રીતે બ્લડ બેંકનું કાર્ય અટકતું હશે તો અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા અને પોતાની ગ્રાન્ટ માંથી પચીસ પચીસ લાખ ફાળવવા પણ જાહેર કોલ આપેલ. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ પણ ખૂબ સુંદર ઉપહાર સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. અંદાજે આઠ હજાર કરતાં વધારે લોકોએ આ રક્તદાન શિબિર આયોજિત રકતતુલા સમારંભ અંતર્ગત બપોરનું ભોજન પણ અહીં આંખની હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં લીધું હતું. આમ સાવરકુંડલા શહેરનાં આંખની હોસ્પિટલનાં વિશાળ પ્રાંગણમાં આ ભવ્યાતિભવ્ય રક્તદાન શિબિર એ સાવરકુંડલા શહેરની સંત અને શૂરવીરની ભૂમિની અનોખી ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ આ પાનસુરીયા પરીવારનું અનન્ય યોગદાન રહ્યું એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.

IMG-20220315-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *