રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ફેડરેશન ઓફ સિનિયર સીટીઝન ક્લબ ખેડા જિલ્લાનો ૨૦ મો વાર્ષિક ઉત્સવ નડીઆદ ઇપ્કોવાલા હોલ ખાતે યોજવામાં આવ્યો.જેમાં સિનિયર સીટીઝન ક્લબ કઠલાલ ના પ્રમુખ ગુણવંત સુથાર ,મંત્રી અરવિંદભાઈ શર્મા તથા અન્ય ૧૫ સભ્યો એ ભાગ લીધો હતો.
આ અવસરે સિનિયર સીટીઝન ક્લબ કઠલાલ ને એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ઉલ્લેખનીય છે કે આ ક્લબ ને ખેડા જિલ્લામાં સૌથી વધારે સભ્યો ધરાવતા ક્લબ તરીકે સમ્માન પ્રાપ્ત છે.


