સામતેર ગ્રામ પંચાયત તેમજ ભારતીય કિશાનસંઘ દ્રારા રજુઆત કરાય….
ઊના – ઊના પીજીવીસીએલ દ્રારા ઊના સબડીવીઝન અને ધોકડવા સબડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી લોડ સેટીંગના નામે ખેડૂતોની વિજ મન ફાવે ત્યારે કોઇપણ જાણ કર્યા વગર પાવર સપ્લાઇ કાપી નાખવામાં આવતો હોય અને પુરતો ૮ કલાક પણ વિજપુરવઠો મળતો નથી. ત્યારે બાગાયતી વિસ્તારમાં અને નવા વાવેતર થયા છે ત્યારે હાલ પીયતની અતિ જરૂરીયાત ઉભી થતી હોય છે. હજુ તો વાવાઝોડાનો માર ખેડુતો સહન નથી થયો ત્યા આ વિજ પાવરની સમસ્યાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વિજ કંપનીઓના અધિકારીઓને જ્યારે પણ ફરીયાદ કરવામાં આવે ત્યારે ઉપરથી સુચના હોવાનું બહાનું ધરી દેઇ અને વિજ ક્યારે બંધ અને ચાલુ કરવામાં આવશે તેનું કોઇજ પ્લાનિંગ ન હોય તેમ ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. વિજ પાવર આપવામાં આવે તો ખેડૂતોને કઇ રીતે પીયતનુ પ્લાનીંગ કરવું. સરકાર એક બાજુ દિવસે વિજળી પુરતી આપવાની વાતો વચ્ચે આ વિજ કંપનીઓ દ્રારા એનકેન પ્રકારે વિજકાપીના કારણે ખેડુતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે ખેડૂતોને સમયસર ખેતી વાડી વિજપુરવઠો મળી રહે તેવી માંગ સાથે ભારતીય કિશાનસંધ દ્રારા રાજ્યના ઉર્જામંત્રીને લેખિત રજુઆત કરી હતી. તેમજ આ બાબતે સામતેર ગ્રામ પંચાયત દ્રારા પણ પીજીવીસીએલ ડિવિઝન કચેરી ખાતે લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે. અને પાંચ દિવસમાં સમયસર વિજપુરવઠો આપવામાં નહી આવે તો ગાંધીચિધ્યા માંર્ગે સામૂહિક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.
