Delhi

સાંસદોના બાળકોને ટિકિટ ન મળવા બદલ હું જવાબદાર ઃ વડાપ્રધાન

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે વંશવાદ લોકતંત્ર માટે જાેખમ છે. આપણે તેના વિરુદ્ધ લડવું પડશે. લોકતંત્રની રક્ષા માટે શરૂ થયેલી આ લડાઈમાં પાર્ટીના તમામ સાંસદોએ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ લડવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે પરિવારવાદ વિરુદ્ધ જાે આપણે બીજી પાર્ટીઓ સામે જંગ લડી રહ્યા છીએ તો તેના પર આપણે આપણી પાર્ટીમાં પણ વિચાર કરવો જાેઈએ. જાે સાંસદોના પુત્રોને ટિકિટ ન મળી તો તેના માટે હું જવાબદાર છું અને જાે તે પાપ છે તો મે તે કર્યું છે અને હું તમારો આભારી છું કે આમ છતાં તમે મારી સાથે છો. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારના રાજકારણ પર અંકુશ લગાવવા માટે ભાજપે પોતાના સંગઠનની અંદર જ એક કોશિશ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે હાલમાં જ થયેલી ચૂંટણીઓમાં જાે કોઈ પણ મોટા પદ પર બેઠેલા ખાસ કરીને સાંસદોના પુત્રો કે પુત્રીઓને ટિકિટ ન મળી તો તે તેમના કારણે બન્યું. બેઠકમાં હાજર રહેલા સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું કે પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના ૧૦૦ એવા મતદાન મથકોની ઓળખ કરે, જ્યાં ભાજપના પક્ષમાં અપેક્ષા કરતા ઓછા મત પડ્યા અને તેઓ તે કારણોની તપાસ પણ કરે. આ બેઠકમાં વિદેશમંત્રી એક જયશંકરે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન ગંગા પર એક રજૂઆત કરી. આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને પણ બિરદાવી અને કહ્યું કે આવી ફિલ્મો બનતી રહેવી જાેઈએ. સંસદીય દળની બેઠકની શરૂઆતમાં મહાન ગાયિકા લતા મંગેશકરના સન્માનમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વંશવાદની રાજનીતિ વિરુદ્ધ છે અને હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં તેમના કારણે જ પાર્ટીના અનેક સાંસદોના પુત્રો-પુત્રીઓને ટિકિટ મળી શકી નહીં. પ્રધાનમંત્રીએ આ વાત ભાજપની સંસદીય દળની બેઠકમાં કરી. આ જાણકારી સૂત્રોએ આપી.

PM-India-Narendrabhai-D-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *