સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટેનુ રસીકરણ અભિયાન 16/3/ 2022 બુધવાર થી શહેરી આરોગ્ય કેન્દ્ર સાવરકુંડલા દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યુ. જેમાં સાવરકુંડલા શહેરમાં કન્યા શાળા,તાલુકા શાળા, માધવાણીની વાડી શાળા નંબર – 6 માં 12 થી 14 વર્ષ એટલે કે જનમ વર્ષ જેમનુ 1/1/2008,2009,15/3/2010 સુધી છે તેમને આ CORBEVAX રસી આપવામાં આવેલ .જેમાં અર્બન હેલ્થ સેન્ટર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સાથ સહકારથી કામગીરી શરૂ કરેલ છે અને પોતાના બાળકોને રસી લઈને બાળકોને સુરક્ષિત કરવા નમ્ર અપીલ કરેલ છે .


