National

પાકિસ્તાન – ઓસ્ટ્રેલિયા શ્રેણી રાવલપિંડીના બદલે લાહોરમાં યોજાશે

લાહોર
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે માત્ર ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. જાેકે, માર્ચના અંતમાં યોજાનારી આ શ્રેણી પર પાકિસ્તાનના રાજકીય ઉથલપાથલની અસર જાેવા મળી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધના વાતાવરણને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થયુ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ઓડીઆઈ સિરીઝની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાનને ટાળવા માટે શ્રેણીનું સ્થળ બદલવામાં આવ્યુ છે. ૨૯ માર્ચથી શરૂ થનારી આ શ્રેણી હવે રાવલપિંડીના બદલે લાહોરમાં આયોજિત કરવામાં આવશે. પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર આવતા સપ્તાહે મતદાન થવાનું છે. ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈ ૨૭ માર્ચે ઈસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવા જઈ રહી છે, જેમાં ઈમરાનના લાખો સમર્થકો પહોંચવાની આશા છે. તે જ સમયે, તેના પહેલા ૨૩ માર્ચે, વિરોધ પક્ષોનો મોરચો રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી કૂચનું આયોજન કરી રહ્યું છે. દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વનડે સીરીઝનું સ્થળ બદલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની ગૃહમંત્રીએ શુક્રવારે ૧૮ માર્ચે આ બાબતની જાહેરાત કરી છે. ભલે ઈસ્લામાબાદમાં રેલી યોજાવાની હોય, પરંતુ રાવલપિંડી ઈસ્લામાબાદને અડીને આવેલું શહેર છે, જેના કારણે સુરક્ષા માટે ખતરો માની શકાય છે. ઈસ્લામાબાદમાં ૨૭ માર્ચે જ્યાં ઈમરાન સમર્થકોની રેલી યોજાવાની છે તે સ્થળ રાવલપિંડીમાં બંને ટીમોની હોટલથી માત્ર બે કિલોમીટર દૂર છે. ૨૪ વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં બે ટેસ્ટ મેચ રમી છે. પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જ રમાઈ હતી, ત્યારબાદ બંને ટીમો કરાચીમાં ટકરાયા હતા. આ બંને મેચ ડ્રો રહી હતી. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ૨૧ માર્ચથી લાહોરમાં રમાવાની છે. આ દરમિયાન ઓડીઆઈ શ્રેણીની મેચો ૨૯ માર્ચ, ૩૧ માર્ચ અને ૨ એપ્રિલે રમાશે, જ્યારે એકમાત્ર ટી૨૦ મેચ ૫ એપ્રિલે લાહોરમાં યોજાશે. હાલમાં, વનડે શ્રેણીની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આની શક્યતાને પણ નકારી શકાતી નથી.

PM-Pakistan-Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *