હિંમતનગર
હિંમતનગરના કાણીયોલની યુવતી દસેક દિવસ અગાઉ ગુમ થઈ છે અને યુવક લીખી ગામનો છે આ યુવકના કાકાના દીકરા દીપેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ અને આક્ષેપિત યુવકના પિતાને રૂરલ પોલીસે બોલાવ્યા હતા. ઇજાગ્રસ્ત દિપેન્દ્રસિંહે જણાવ્યું કે હોળીના આગળના દિવસે કાણીયોલની યુવતી ગુમ થયેલ હોઈ અને મારા મોટાબાપાનો પુત્ર લઈ ગયાની શંકાને પગલે પોલીસે બોલાવ્યા હોઈ હું અને મારા મોટા બાપા રૂરલ પોલીસ સ્ટેશન ગયા હતા.જ્યાં પોલીસે અમારી પૂછપરછ કર્યા બાદ ઘેર પરત આવી ગયા હતા અને રૂરલ પીએસઆઇ રહેવરનો ફોન આવ્યો હતો તથા ફોટા જાેવાના છે આવો પાછા તેમ કહેતા આવીશું એવો જવાબ આપતાં તેમણે અત્યારે જ આવવું પડશે એવું કહ્યું હતું. ચાર જણા ગાડી લઈને આવ્યા હતા અને બંનેને બેસાડીને રૂરલ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા તથા મને ઊંઘાડી પગ ઉપર અને બે હાથ ભેગા કરીને માર માર્યો હતો તથા અપશબ્દો બોલી ચલાવી ચલાવી ને માર્યો હતો જેને પગલે બેહોશ જેવો થતાં મિત્રો અને સંબંધીઓએ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા અને બે પોલીસકર્મીઓ મારું નિવેદન લખીને લઈ ગયા છે ત્યારબાદ ફરિયાદ નોંધી કે નથી નોંધી તેની ખબર નથી ઘટનાને પગલે રૂરલ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે.ત્યારે સાબરકાંઠા એસપી દ્વારા પોલીસ સ્ટેશનના ફૂટેજની ચકાસણી કરી ગંભીર આક્ષેપોનું મૂલ્યાંકન કરવું જરૂરી બની રહ્યું છે. ભોગ બનનારના જણાવ્યાનુસાર હાજર અન્ય એક પોલીસ કર્મીએ યુવકનો મોબાઈલ એક મહિનાથી બંધ હોવાનું જણાવવા છતાં યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો જે શંકા પ્રેરી રહ્યું છે. આ અંગે રૂરલ પી.એસ.આઇ પીનલ ચૌધરીએ જણાવ્યું કે યુવકનું નિવેદન લેવાયુ છે અને ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે.હિંમતનગરના કાણીયોલની યુવતી ગુમ થવાના કિસ્સામાં આક્ષેપિત યુવકના પિતા અને કાકાના દીકરાને રૂરલ પોલીસે ઘેરથી ઉપાડી લાવી ઢોર મારમારતાં યુવક બેહોશ થઇ જવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. સિવિલમાં દાખલ યુવકના જણાવ્યાનુસાર તેના પરિવારે ફરિયાદ આપવા પ્રયાસ કરવા છતાં રૂરલ પોલીસે ફરિયાદ લીધી નથી.
