બેગલોર
હજુ થોડા દિવસ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ રાવલપિંડીની પિચ પર દંડ લગાવ્યો હતો. હવે ૈંઝ્રઝ્ર એ બેંગ્લોરની પિચને લઈને પણ કડક પગલાં લીધા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં પહેલા જ દિવસે ૧૬ વિકેટ પડી હતી. ૈંઝ્રઝ્ર મેચ રેફરી જવાગલ શ્રીનાથના રિપોર્ટમાં પિચને સરેરાશથી નીચે રેટ કરવામાં આવી છે. હવે ૈંઝ્રઝ્ર આ પીચ પર નજર રાખશે. આ સાથે પીચમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જાેડવામાં આવ્યો છે. ડીમેરિટ માર્કસ પાંચ વર્ષના સમયગાળા માટે સક્રિય રહેશે. જવાગલ શ્રીનાથે કહ્યું, પહેલા દિવસે જ પિચમાં ઘણો ટર્ન જાેવા મળ્યો અને દરેક સેશન સાથે બોલને થોડો વધુ ટર્ન મળ્યો. મારા મતે તે બેટ અને બોલ વચ્ચેની મેચ ન હતી. તેથી ૈંઝ્રઝ્રની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, હું આ પિચને સરેરાશથી નીચે માનું છું. આઉટફિલ્ડને સરેરાશથી નીચે રેટ કરવામાં આવે છે, ત્યારે કોઈ ડીમેરિટ પોઈન્ટ્સ આપવામાં આવશે નહીં, પરંતુ અનુક્રમે બે અને પાંચ ડીમેરિટ પોઈન્ટ્સ એવા સ્થાનોને આપવામાં આવશે જેમની આઉટફિલ્ડ નબળી અને અયોગ્ય તરીકે ચિહ્નિત કરવામાં આવી છે,” ૈંઝ્રઝ્ર એ જણાવ્યું હતું. ૈંઝ્રઝ્ર એ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ સ્થળને પાંચ ડીમેરિટ પોઈન્ટ મળે છે, ત્યારે તેને ૧૨ મહિનાના સમયગાળા માટે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવાથી સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે ૧૦ ડિમેરિટ પોઈન્ટ્સ માટે સ્થળને ૨૪ મહિના માટે કોઈપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજન માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.” મહત્વનું છે કે ભારતે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ ૨-૦ થી જીતી લીધી હતી અને શ્રીલંકાનો વ્હાઇટ વોશ કર્યો હતો. પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમાઇ હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ બેંગ્લોર ખાતે રમાઇ હતી. આ મેચ માત્ર દિવસમાં જ પૂરી થઇ ગઇ હતી.
