Gujarat

રાજકોટમાં જીએસટી નહીં ભરનારના બેંક ખાતામાંથી ટેક્સ વસૂલાત

રાજકોટ
નાણાંકિય વર્ષ પૂરુ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જીએસટીની ટીમે બાકી વસૂલાત પૂરી કરવા માટે કમર કસી છે. જૂની વસૂલાત બાકી હોય અને અનેક વખત નોટિસ આપી હોવા છતાં યોગ્ય રીતે જવાબ નહિ આપનારા સામે જીએસટી વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. બેન્ક ખાતા ટાંચમાં લેવાયા હતા. જીએસટી વિભાગે કાર્યવાહી શરૂ કરતા અન્ય બાકી કરદાતાઓએ પોતાનો ટેક્સ ભરવા માટે આગળ આવ્યા હોવાનું અધિકારીઓ જણાવે છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ અંદાજિત ૫૦થી વધુ બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જે વસૂલાત કરાઈ છે તેમાં કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. ૨૦૧૭થી આ વસૂલાત બાકી હતી. બાકી ટેક્સ ભરી જવા માટે અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. કેટલાક કિસ્સામાં નોટિસનો જવાબ દેવામાં આવ્યો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા બાકીદારોની યાદી બનાવીને બાકી વસૂલાત કરવામાં આવી છે. હવે માર્ચ માસ પૂરો થવાને આડે હવે ૧૦ દિવસ જ બાકી છે. આપેલો ટાર્ગેટ પૂરો થાય તે માટે હવે તંત્રએ રહી- રહીને કાર્યવાહી શરૂ કરી છે.

GST.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *