Maharashtra

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ દરેક ભારતીયને જાેવી જાેઈએ ઃ આમીર ખાન

મુંબઈ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનો આ દિવસોમાં દબદબો છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે સામાન્ય લોકો જાતે જ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હવે આ ફિલ્મને લઈને આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આ ફિલ્મ દરેક હિન્દુસ્તાનીએ જાેવી જાેઈએ. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે પોતે પણ હવે આ ફિલ્મ જાેવા માંગે છે. તાજેતરમાં, એક ઇવેન્ટ દરમિયાન, આમિરે ફિલ્મ વિશે કહ્યું, ‘કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું તે ચોક્કસપણે ખૂબ જ દુઃખની વાત છે. આવી જ એક ફિલ્મ જે તે વિષય પર બની છે, તે દરેક હિન્દુસ્તાનીએ જાેવી જાેઈએ અને દરેક હિન્દુસ્તાનીએ યાદ રાખવું જાેઈએ. આમિરે વધુમાં કહ્યું કે તે એ જાેઈને ખુશ છે કે ફિલ્મ સફળ થઈ છે અને લોકો ફિલ્મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. આમિરે એમ પણ કહ્યું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જાેઈ નથી, પરંતુ તે જલ્દી જાેવા માંગે છે.તમને જણાવી દઈએ કે આમિર પહેલા વરુણ ધવને પણ ફિલ્મના વખાણ કર્યા હતા. કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઘણા રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની કમાણી પર કોઈ અસર કરી નથી અને ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જાેશી, દર્શન કુમાર જેવા કલાકારો છે. ૧૧ માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ ૧૯૯૦ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતની દર્દનાક વાર્તા પર આધારિત છે.

Amir-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *