International

યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદ લીલા રંગની ટી-શર્ટમાં જ જાેવા મળે છે

યુક્રેન
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સોમવારે ૨૬ દિવસ પૂરા થયા. પરંતુ આ યુદ્ધ વચ્ચે દુનિયામાં જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની લીલા રંગની ટી-શર્ટ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મોંઘુ જેકેટ. યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદથી સતત લીલા રંગના ટી-શર્ટમાં જ જાેવા મળે છે. તેઓ આ ટી-શર્ટમાં જ અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને યુરોપીયન યુનિયનને સંબોધિત કરી ચૂક્યા છે. આ દેશોના સાંસદોએ તેમના માટે ખુબ તાળીઓ પણ પાડી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હાલમાં જ મોસ્કોમાં થયેલા એક કાર્યક્રમમાં લગભગ ૧૪ હજાર અમેરિકી ડોલર એટલે કે ૧૧ લાખ રૂપિયાનું જેકેટ પહેર્યું હતું. જેને ઈટલીની જાણીતી કંપની ન્ર્િર્ ઁૈટ્ઠહટ્ઠ એ ડિઝાઈન કર્યું છે. આ જેકેટની નીચે પુતિને જે સ્વેટર પહેર્યું હતું તેની કિંમત ૪ હજાર ૨૧૮ અમેરિકી ડોલર એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા છે. જેલેન્સ્કી નેતા હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેઓ જ્યારે પણ દુનિયાની સામે આવે છે ત્યારે તેમના હાવભાવ અને તેમના કપડાંમાં એક ખાસ સંદેશ છૂપાયેલો હોય છે. તેઓ એક વિદ્રોહી અને એક પોસ્ટરબોય તરીકે પોતાને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જ્યારે પુતિનના કપડાં જાેઈને લાગે છે કે તેઓ આ સમગ્ર સ્થિતિને લઈને નિયંત્રણમાં છે, આત્મવિશ્વાસથી ભરેલા છે અને યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો પર સંપૂર્ણ રીતે હાવી છે. યુદ્ધ શરૂ થયા બાદ જેલેન્સ્કી પોતાના અનેક વીડિયો બહાર પાડી ચૂક્યા છે. જેમાં ક્યારેક તેઓ લોકોની વચ્ચે જાેવા મળે છે તો ક્યારેક કીવના રસ્તાઓ પર જાેવા મળે છે. યુક્રેનની સરકાર અને જેલેન્સ્કી પોતે રશિયાથી પોતાને જીવનું જાેખમ હોવાનું જણાવી ચૂક્યા છે. પરંતુ આ વીડિયો જાેઈને એવું લાગે છે કે તેમની વાતોમાં સચ્ચાઈ નથી.

Ukraine-President-Volodymyr-Zelensky.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *