નવીદિલ્હી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે એટલે કે મંગળવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અખિલેશ યાદવ ૨૦૧૯ માં આઝમગઢ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. અખિલેશ યાદવની સાથે આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી જ ચર્ચા થઈ રહી હતી કે અખિલેશ યાદવ વિધાનસભા છોડી દેશે અથવા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કરહાલ સીટ પરથી ધારાસભ્યપદ છોડી શકે છે, પરંતુ આજે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે કરહાલ સીટ પર સરળતાથી જીત મેળવી હતી અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને હરાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પણ તેમના પ્રચારમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે, પરંતુ સપાએ ૧૦૦ બેઠકોનો આંકડો પાર કરી લીધો છે અને બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધતા કહ્યું છે કે ‘ભાજપના શાસનમાં લોકશાહીની રક્ષાની આશા રાખવી એ દિવસે તારા શોધવા બરાબર છે.


