શાપર-વેરાવળ માં પીજીવીસીએલ દ્વારા બુધવાર ના રોજ સપાટો બોલાવવા માં આવ્યો હતો જેમાં વીજ બિલ ભરેલ ના હોય તેવા 30થી વધુ ગ્રાહકો ના કનેકશન આજરોજ કાપી નાખવામા આવેલ છે તથા આ કામગીરી ચાલુ જ રહેશે.
હાલમા વીજળીની જરૂર સૌને પડતી હોય છે, પરંતુ ઘણા ગ્રાહકો વિજબીલ સમયસર ભરતા ના હોવાથી પીજીવીસીએલ દ્વારા રીકવરી કરવા માટે કનેકશન કાપી નાખ્યા હતા. જેમાં આ તકે નાયબ ઈજનેરશ્રી પાઘડાળ સાહેબે જણાવ્યું છે , ઉપરાંત ગ્રાહકોને ચાલુ મહીનાના વીજ બિલ સમયસર ભરી દેવા જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
