Gujarat

RTE અંતર્ગત જામનગર જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં વિના મુલ્યે પ્રવેશ ફોર્મ માટે વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા  

 બાળકોને  મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા ૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને ૨૫% મુજબ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓhttp://rte.orpgujarat.comવેબસાઇટ પર તા. ૩૦-૦૩-૨૦૨૨ થી તા.૧૧-૦૪-૨૦૨૨ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. જેમાં ઓનલાઇન જરૂરી આધારો અપલોડ કરવાના રહેશે. આ આધારો સ્પષ્ટ વાંચી શકાય તેવી રીતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ હાલ કોરોના મહામારીની પરિસ્થિતિને કારણે ફોર્મ કયાંય પણ જમા કરવાનું રહેશે નહી.  ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ મેળવી વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. વધુ માહિતી માટે http://rte.orpgujarat.comવેબસાઇટ પર તથા પ્રવેશ પ્રક્રિયા અંગે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરના હેલ્પલાઇન નંબર-૦૨૮૮-૨૫૫૩૩૨૧(સવારે-૧૧:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી રજાના દિવસો સિવાય)પર સંપર્ક કરવાનો રહેશેતેમ જિલ્લા શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *