Gujarat

જામનગર મહાનગરપાલિકાની ઝોનકક્ષા-શહેર કક્ષાની વિવિધ ખેલ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેતા જામનગરના ખેલાડીઓ

આજરોજ તા.૨૧/૦૩/૨૦૨૨નાં ગુજરાત સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત “આઝાદી કા અમૃત” અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર મહાનગરપાલિકાનાં ઝોનકક્ષાની ખોખો સ્પર્ધા, ડી.સી.સી.મેદાન ખાતે,વોલીબોલ ભાઈઓ સ્પર્ધા ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,ચેસ સ્પર્ધા હરિયા કોલેજ ખાતે ,રસ્સાખેચ સ્પર્ધા ડી.સી.સી.મેદાન ખાતે તેમજ જામનગર મહાનગરપાલિકા કક્ષાની કરાટે સ્પર્ધા નંદ વિદ્યા નિકેતન સ્કૂલ  ખાતે, જૂડો પ્રાઈમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે , ટેકવેન્ડો સ્પર્ધા નંદ વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે, બાસ્કેટબોલ હરિયા કોલેજ ખાતે, ફુટબોલ સ્પર્ધા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે,સ્કેટિંગ એચ.એલ.સ્કેટિંગ સ્કૂલ ખાતે,સ્વીમીંગ અને બેડમિન્ટન સ્પર્ધા જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ જેમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નીતાબેન વાળા, સહયોગી શાળા-સંસ્થાઓ ટ્રસ્ટીશ્રી,વ્યાયામ શિક્ષકશ્રીઓ,વાલીશ્રીઓ અને ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લેતા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *