ગિરગઢડા
ભરત ગંગદેવ.
હવેતો હદ થઈ ગઈ ભાઈ કૌભાંડ કૌભાંડ અને કૌભાંડ… બીજી વાત નય કોઈ રોકટોક વિના કોઈના ડરવિના એક જ મુદાનો કાર્યકમ કૌભાંડ.કૌભાંડ. જયાં હાથ મુકો ત્યાં કૌભાંડ.? શું વાંક ? ભોળી રયતનો ? ગિરગઢડા તાલુકાની જનતા ના દુશમનો કોણ ? જનતા ને સાથે રાખી જનતા ના ખંધે કોણ ફોડેશે બધુંક.?
આ સત્ય હકીકત છે ગિરગઢડા નવરચિત તાલુકાની જે તાલુકો બન્યો તેને હજી 7.વર્ષ પણ નથી થયા. હજીતો પાપાપગલી ભરવા માટે જજુમેશે ત્યાંજ પોલિયો થઈ ગયો બોલો શું હશે વેદના ? કોના પાપે તાલુકો પોલિયો ગસ્ત આજે તાલુકામાં બની બેઠેલા વાઈટ પોશાક ના ભાઈઓ ના વાંકે યા તંત્ર ના વાંકે ? તમે સત્ય હકીકત તો જોવ થોડા દિવસ પહેલા દ્રોનેશ્વર મહાદેવ મંદિર ના સાનિધય માં એક મીટીંગ હતી સત્તાધારી પક્ષ ની તેમાં તાલુકા ના તમામ પદાઅધિકારી ઓ યે સામેલ રેહવાનું હતું પરંતુ ઘટના સ્થળે ખાલી 20/25 લોકો ની હાજરી હતી આ હાજરી જોય ગિરગઢડા ના એક પ્રામાણિક આગેવાન ની પીડા બોલી ઉઠી બોલો આમા શું કરવું. તે વ્યક્તિ ને કેટલી હદે પીડા થઈ હશે ત્યારે આ શબ્દો તેમના મુખે થી નીકળ્યા હશે.
ગિરગઢડા તાલુકાની હાલત આજે દયનીય જોવા મળી રહી છે. એક સમય એ પણ હતો કે ગિરગઢડા ને મીની ગાંધીનગર કેહવાતું.જ્યારથી તાલુકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી તે લુપ્ત થઈ ગયું છે. આજે એકલ દોકલ ના પાપે આ હાલત થઈ છે
આ લોકોનું કામજ એ છે કે સતાધારી પક્ષ કોઈ પણ હોય તેમની સાપ્લુશી કરી પોતાના પાપડ શેકી ને પ્લાયન થઈ જવાનું. શું કારણે જિલ્લામાં બેઠેલા અધિકારી ઓ અને પદાધિકારી ઓ આ લીલા જોય રહ્યા છે.? કોણ છે આ તાલુકાની પ્રગતિ નો દુશ્મન શા માટે તે ગિરગઢડા તાલુકાને કઠપુતલી ની જેમ નચાવે છે.
