મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં એક પોલીસ સ્ટેશનથી ચોર ભાગવામાં સફળ થઈ ગયો. જાેકે પોલીસ ચોરને પાછી પકડવામાં સફળ રહી ત્યારબાદ ચોરને ડેમો દેખાડવા માટે કહેવામાં આવ્યું કે તે કઈ રીતે તાળું તોડ્યા વિના અને સળિયા વાળ્યા વિના ભાગવામાં સફળ થયો હતો. પૂણે નાસિક હાઇવે પાસે એક પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી એક ચોર ગાયબ થઈ ગયો હતો. હેરાનીની વાત એ હતી કે લોકઅપનું તાળું બંધ હતું. લોખંડના સળિયા પણ જેવા ને તેવા હતા છતા ચોર કઈ રીતે ભાગી ગયો? પોલીસને લાગ્યું કે ક્યાંક ચોર પાસે કોઈ દિવ્ય શક્તિ તો નથી. જાેકે ચોર ફરીથી પોલીસના હાથે ચડી ગયો તો જૂની કહાની સમજમાં આવી ગઈ. પોલીસે ચોરને ડેમો આપવા કહ્યું કે તે કઈ રીતે લોકઅપમાંથી બહાર નીકળ્યો હતો. ચોરે પણ તરત જ પોલીસ સામે ડેમો આપી દીધો. ચોરનો ડેમો જાેઈને પોલીસ જાેતી જ રહી ગઈ. તે સળિયામાંથી ભાગ્યો પરંતુ તેને તોડ્યા વિના. ચોરના ડેમોને જાેતા પોલીસ અધિકારી હવે એ વિચારવા મજબૂર છે કે, પોલીસ સ્ટેશનના લોકઅપ વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે. આ ચોરને પોલીસ સ્ટેશનમાં પાછો લાવ્યા બાદ તેની સાથે સખત કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસ ચોર પાસે એ જાણવા માટે ઉત્સુક હતી કે તે લોકઅપથી બહાર કરી રીતે આવ્યો. ચોર એકદમ પાતળો હતો અને તેનો ફાયદો તેણે ઉઠાવ્યો. તે પાતળો હોવાના કારણે લોકઅપના સળિયામાંથી સરળતાથી નીકળીને બહાર આવી ગયો હતો. ચોરની વાતો પર પહેલા પોલીસ અધિકારીઓને વિશ્વાસ ન થયો તો પોલીસકર્મીઓએ ચોરને સળિયા વચ્ચેથી નીકળવા કહ્યું. જ્યારે ચોર તેમની સામે પણ પહેલાંની જેમ સળિયામાંથી નીકળી ગયો તો તેમને હેરાની થઈ. હવે આગામી સમયમાં એવી ઘટના ન થાય તે માટે હવે પિંપરી ચિંચવાડના ચાકન પોલીસ સ્ટેશનના અધિકારી લોકઅપમાં જાળ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.મોટાભાગે ફિલ્મોમાં જાેવા મળે છે કે પોલીસ પહેલા ખૂબ મુશ્કેલી બાદ ચોરને પકડે છે અને પછી તેને જેલના સળિયા પાછળ કેદ કરી દે છે પરંતુ, ક્યારેક ક્યારેક ચોર પોલીસને છેતરીને સળિયાને તોડીને ભાગી જાય છે પછી પોલીસ તેની પાછળ ભાગે છે. કહાની જરૂર ફિલ્મી છે પરંતુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં કંઈક એવું જ થયું છે પરંતુ અહીં ચોર જે રીતે ભાગ્યો તે ચોંકાવનારું છે. તે તાળું તોડ્યા વિના, સળિયા વાળ્યા વિના ભાગ્યો. મહારાષ્ટ્રમાં ચોરના ફરાર થવાની રીતને જાેઈને પોલીસકર્મીઓના હોંશ ઊડી ગયા. ચોરે ન તાળું તોડ્યું અને ન તો સળિયા વાળ્યા છતા તે પોલીસ લોકઅપમાંથી ફરાર થવામાં સફળ રહ્યો.


