Gujarat

ટીબી હારેગા, દેશ જીતેગા : વેરાવળમાં જનજાગૃતિ રેલી યોજાઈ..  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..
     પ્રધાનમંત્રી  મોદી દ્વારા વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત  બનાવવા માટે  લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેને ચરિતાર્થ કરવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર- ગીર સોમનાથ દ્વારા ૨૪ માર્ચ-વિશ્વ ટીબી દિવસના નિમિત્તે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં વેરાવળની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ-શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. સિવિલ હોસ્પિટલ-વેરાવળ ખાતેથી પ્રારંભ કરાયેલી આ રેલીનુ જિલ્લા કેન્દ્ર-ગીર સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ રેલીના માધ્યમથી ટીબી હારેગા, દેશ હારેગા ના સુત્રો સાથે ટીબી વિશે જાગૃતિલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલીનો ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ રોયે લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જીગ્નેશ પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમાર, કો-ઓર્ડિનેટર  ભગવાનભાઈ નાઘેરા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં

IMG-20220324-WA0276.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *