ગિરગઢડા
ભરત ગંગદેવ..
23 મી,માર્ચ,૧૯૩૧ ના રોજ આઝાદીના લડવૈયા ભારત માતા ના સપુત વીર પુરુષ ભગતસિંહ,રાજગુરુ તથા સુખદેવ ને અંગ્રેજો દ્વારા ફાંસીને માંચડે લટકાવાયા હતા. એટલે આજના દિવસને ને સમગ્ર ભારત વર્ષમાં *”શહીદ દિન”* તરીકે મનાવવામાં આવે છે.તે અંતર્ગત ગાંધીનગર ના મુ.સરગાસણ ખાતે શિક્ષાપત્રી મેદાન માં “સ્વાધીનતા ના ૭૫ મા વર્ષ” ની ઉજવણીના ભાગરૂપે “યુવા ગાંધીનગર” દ્વારા “શૌર્ય દિવસ”ની ઉજવણી કરતાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ભવ્ય *મશાલ રેલી* નું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં યુવાન ભાઈઓ/ બહેનો જોડાયેલ.શિસ્તબદ્ધ રીતે ડ્રેસ કોડમાં આ યુવાન ભાઈ-બહેનો ની ઓળખ અલાયદા દેશભક્ત તરીકે ઉભરી આવતી હતી જેને સૌ કોઈ એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ.તે પ્રસંગે ગુજરાતના ખ્યાતનામ લોક કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી,વિનોદ ઉદેચા,મેઘા ગઢવી તથા અન્ય સાથી કલાકારો દ્વારા વીરરસ તથા શહીદી ના ગીતો ભર્યા લોકડાયરાની ભવ્ય રજૂઆત કરવામાં આવેલ.જેમાં સમગ્ર યુવા ટીમ ને ટીમને પ્રોત્સાહિત કરવા મેયર હિતેષભાઇ મકવાણા,ડે.મેયર પ્રેમલસિંહ ગોલ,સ્ટે.ક.ચેરમેન જશવંતભાઈ પટેલ સહિત નગરના અગ્રણીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઓ વિશેષ ઉપસ્થિત રહેલ. ત્યારબાદ કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવશ્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વિશ્વવિખ્યાત કલાકાર શ્રી સાંઈરામ દવે કૃત *વિરાંજલિ* કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં લાખોની મેદની ઉમટી પડેલ.આ પ્રસંગે પણ મહાનગર સાંસ્કૃતિક સેલ ની ટીમ સાથે સંમ્મિલિત થવાનો અવસર સાંપડેલ..


