Delhi

લખનૌ સુપર જાયન્ટસ ટીમમાં ઓસ્ટ્રેલિયાના એન્ડર્યુ ટાયનો સમાવેશ

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૫મી સીઝન શરૂ થાય તે પહેલા જ તમામ ટીમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. જેના કારણે ખેલાડી ઉપલબ્ધ નથી અથવા સિઝનની શરૂઆત પહેલા તેને ગંભીર ઈજા થઈ છે. આમાં એક નામ ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર માર્ક વૂડનું પણ સામેલ છે. આઇપીએલ ૨૦૨૨ના મેગા ઓક્શન દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્‌સની ટીમે ઈંગ્લેન્ડના માર્ક વુડને ખરીદ્યો હતો પણ ઈંગ્લેન્ડ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન માર્ક વુડને કોણીની ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે હવે આઈપીએલ ૨૦૨૨ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે લખનૌ ટીમે તેના સ્થાને ખેલાડીની શોધ શરૂ કરવી પડી હતી. હવે લખનૌ ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાયને પોતાની ટીમમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે. જેને ટીમે ૧ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે એન્ડ્રૂ ટાયને પણ આઈપીએલમાં રમવાનો અનુભવ છે અને તેણે અત્યાર સુધી આ લીગમાં કુલ ૨૭ મેચ રમીને ૪૦ વિકેટ ઝડપી છે. એન્ડ્રૂ ટાયએ ઓસ્ટ્રેલિયા માટે ૩૨ ટી૨૦ મેચમાં ૪૭ વિકેટ લીધી છે તો એન્ડ્રૂ ટાયને ્‌૨૦ લીગમાં રમવાનો ઘણો અનુભવ મળ્યો છે. જેને ધ્યાનમાં રાખીને લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમે તેને પોતાની સાથે સામેલ કરવાનો ર્નિણય લીધો છે. જેમાં ્‌૨૦ ફોર્મેટમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો ૧૮૨ ્‌૨૦ મેચમાં ૨૫૧ વિકેટનો રેકોર્ડ એન્ડ્રૂ ટાયના નામે છે. જેમાં તેણે એક મેચમાં ૫ વિકેટ લેવાની સિદ્ધિ પાંચવાર મેળવી છે. આ સિવાય આઈપીએલમાં હેટ્રિક લેવાની સિદ્ધિ પણ એન્ડ્રૂ ટાયના નામે નોંધાયેલી છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્‌સની ટીમ વિશે વાત કરીએ તો તેમની પાસે પહેલાથી જ અવેશ ખાન, અંકિત રાજપૂત અને જેસન હોલ્ડર જેવા ઝડપી બોલિંગ વિકલ્પો તરીકે છે. જે બાદ ટીમને આશા છે કે એન્ડ્રૂ ટાયના આવવાથી ટીમ વધુ મજબૂત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *