ગિરગઢડા
ભરત ગંગદેવ..
ડીસા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સાંઈબાબા સીનિયર સીટીઝન ગ્રુપ સક્રિય છે.આ ગ્રુપના વડીલો નિયમિત રોજ સાંજે એક કલાક સાંઈબાબા મંદિર ખાતે એકત્રિત થઈ ભજનભાવ કરે છે.તાજેતરમાં સંસ્થાના પ્રમુખ રમણભાઈ પટેલના નેતૃત્વમાં તેમના જ સૌજન્યથી 60 જેટલા વડીલોએ ઐઢોર ગણપતિજી મંદિર, ઉંઝા ઉમિયા માતાજી મંદિરની તીર્થયાત્રા કરી હતી તેમજ મહેસાણા બ્લીસ વોટરપાર્કની પણ મુલાકાત લઈ મોજીલો નિજાનંદી પ્રવાસ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સમયસર,શિસ્તબદ્ધ અને આનંદપ્રદ રહ્યો હતો.ઉંઝા ઉમિયા માતાજી મંદિર રાખવામાં આવેલ ૠણ સ્વિકાર કાર્યક્રમમાં સર્વ ભગવાનભાઈ બંધુ,રસિકભાઈ ચાંપાનેરી,નાથાલાલ ખત્રી,સતીષભાઈ પંચાલ,યોગેશભાઈ પટેલ સહિત સૌએ રમણભાઈ પટેલ, તેમના સુપુત્રો કનુભાઈ પટેલ, મનીષભાઈ પટેલ તેમજ સહકાર આપનાર સૌ પરિવારજનો અને યુવાનોનો આભાર માન્યો હતો.
રમણભાઈ પટેલે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ યાદગાર બની રહ્યો હતો.


